લેંગમા ઈન્ટરનેશનલની સ્થાપના 2012 માં થઈ હતી. તે 50થી વધુ ભાષાઓમાં વર્લ્ડ-ક્લાસ ફોરેન લેંગ્વેજ કોર્સીસ ઓફર કરતું એક અગ્રણી લેંગ્વેજ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. અમે વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને ઓર્ગેનાઈઝેશન્સને નિષ્ણાત શિક્ષણ, સાંસ્કૃતિક શિક્ષણના અનુભવો અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો દ્વારા આજના વૈશ્વિક વિશ્વમાં આત્મવિશ્વાસ સાથે વાતચીત કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
લૅગમા ઈન્ટરનેશનલમાં, અમે સમજીએ છીએ કે ભાષા શીખવી એ માત્ર શબ્દો યાદ રાખવા કરતાં ઘણું વિશેષ છે; તે નવી સંસ્કૃતિ અને દ્રષ્ટિકોણનો સ્વીકાર કરવા વિશે છે. અમારા કસ્ટમાઈઝડ લેંગ્વેજ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, સ્કૂલો અને કોર્પોરેટ ક્લાયન્ટ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ્સમાં ઓનલાઈન અને ઓન-કેમ્પસ બંને રીતે ઇન્ડિવિઝ્યુઅલ અને ગ્રુપ કોર્સીસ, તેમજ ઈન-હાઉસ કોર્પોરેટ ટ્રેનિંગ ઓફર કરવામાં આવે છે. દરેક કોર્સ તમારા ધ્યેયો, શેડ્યૂલ અને શીખવાની સ્ટાઈલને અનુરુપ તૈયાર કરવામાં આવ્યા છે, જે અસરકારક અને આનંદદાયક પ્રગતિ સુનિશ્ચિત કરે છે.
નિષ્ણાત ટ્રેનર્સ અને ઈન્ટરેક્ટિવ લર્નિંગ
અમારા સર્ટિફાઇડ લેંગ્વેજ ટ્રેનર્સ પાસે માતૃભાષા જેવો જ ભાષા પર પ્રભુત્વ અને વર્ષોનો શિક્ષણ અનુભવ છે. તેઓ ભાષાકીય કુશળતાને નવીન શિક્ષણ પદ્ધતિઓ સાથે જોડે છે જે દરેક વર્ગને ઇન્ટરેક્ટિવ અને પરિણામલક્ષી બનાવે છે. ઑડિયો-વિઝ્યુઅલ ટૂલ્સ, અધિકૃત અભ્યાસ સામગ્રી અને મલ્ટીમીડિયા સંસાધનો દ્વારા, અમે ખાતરી કરીએ છીએ કે તાલીમાર્થીઓ સ્ટ્રોંગ સ્પીકિંગ, લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ સ્કિલ્સ ડેવલપ કરે છે. આ ગહન શૈક્ષણિક વાતાવરણ વ્યક્તિગત, એકેડેમિક અને પ્રોફેશનલ સક્સેસ માટે વાસ્તવિક દુનિયાની પ્રવાહિતા અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસનું નિર્માણ કરે છે.
ઈન્ટરનેશનલ લેંગ્વેજ એક્ઝામ્સ માટે અધિકૃત સેન્ટર
લૅગમા ઈન્ટરનેશનલ કેટલીક ગ્લોબલી રેકગ્રાઈઝડ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ (ભાષા પ્રાવીણ્ય કસોટીઓ) માટે અધિકૃત પરીક્ષા કેન્દ્ર છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
સ્પેનિશ - DIE (ડિપ્લોમા ઈન્ટરનેશનલ દ
એસ્પાનોલ), SIELE (સર્વિસિઓ ઈન્ટરનેશનલ દ એવલ્યુએશન દ લા લેન્ગ્યુઆ એસ્પાનોલા), UNIR
(યુનિવર્સિદાદ ઈન્ટરનેશનલ દ લા રિઓજા)
ઈંગ્લિશ - GESE (ગ્રેડેડ એક્ઝામિનેશન્સ ઈન સ્પોકન ઈંગ્લિશ) અને ISE (ઈંગ્લિશમાં ઈન્ટિગ્રેટેડ સ્કિલ)
- ટ્રિનિટી કૉલેજ લંડન દ્વારા
અરેબિક - ALPT (અરેબિક લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ)
ઈટાલિયન- CILS (ચેર્ટિફિકાત્સિઓન દ'ઈટાલિયાનો કોમ લા લેન્ગુઆ સ્ટ્રેનીએરા)
ડચ - CNaVT (ચેર્ટિફિકાત નેડરલાંડ્સ આલ્સ વ્રીમ્મુ તાલ)
ચાઈનીઝ (મેન્ડરિન) - TOCFL (વિદેશી ભાષા તરીકે ચાઈનીઝની કસોટી)
કોરિયન - KLAT (કોરિયન ભાષા ક્ષમતા ટેસ્ટ)
રશિયન - TORFL (વિદેશી ભાષા તરીકે રશિયન ભાષાની કસોટી)
પરીક્ષાની તૈયારી માટેનું કેન્દ્ર
આ ઉપરાંત, અમે નીચેની ભાષા પ્રાવીણ્ય પરીક્ષાઓ માટે પ્રિપરેશન સેન્ટર (તૈયારી કેન્દ્ર) પણ છીએઃ
न्य - DELF, DALF, TCF, TEF, Telc, DFP, DCL, AP ईन्य, IB हेन्य, GCSE न्य
४र्मन - Goethe Zertifikat, Telc, TESTDAF, DSH, ÖSD, FSP, ECL
भपानी - JLPT, JFT, BJT, EJU, STBJ
ચાઈનીઝ (મેન્ડરિન) - HSK
કોરિયન - TOPIK
પોર્ટુગીઝ-CELPE-Bras (બ્રાઝિલિયન પોર્ટુગીઝ), CAPLE (યુરોપિયન પોર્ટુગીઝ), Telc
हि - YAEL
ઈંગ્લિશ - IELTS અને કેમ્બ્રિજ ઇંગ્લિશ ક્વોલિફિકેશન્સ (કેમ્બ્રિજ ઈંગ્લિશ ક્વોલિફિકેશન)
અમે ઈન્ટરનેશનલ એકેડેમિક અને પ્રોફેશનલ સ્ટાન્ડર્ડને અનુરૂપ ઈન્ડસ્ટ્રી-લીડિંગ ટ્રેનિંગ ઓફર કરીએ છીએ. અમારા એક્ઝામ પ્રિપરેશન કોર્સીસ ઇન્ડિવિઝ્યુઅલ લર્નિંગની જરૂરિયાતોને ટાર્ગેટ કરવા, ટેસ્ટ સ્ટ્રેટેજીસને સરળ બનાવવા અને કાર્યવાહી કરી શકાય તેવો ફીડબેક પ્રદાન કરવા માટે યુનિકલી સ્ટ્રક્ચર્ડ છે, જે તાલીમાર્થીઓને ગ્લોબલ એસેસમેન્ટ્સમાં તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવાની ખાતરી આપે છે.
ભાષાથી વિશેષ: કલ્ચર, કરિયર અને કોમ્યુનિટી
લૅગમા ઈન્ટરનેશનલમાં, ભાષા શીખવાથી ઘણું વધારે છે; તે સાંસ્કૃતિકના આદાન-પ્રદાન અને વૈશ્વિક તકો માટેનું એક ગેટવે છે. અમે ઈન્ટરનેશનલ કલ્ચરલ ઇવેન્ટ્સ, વર્કશોપ અને જોબ ફેર હોસ્ટ કરીએ છીએ, જે તાલીમાર્થીઓને વિશ્વભરના એજ્યુકેટર્સ,
નેટિવ સ્પીકર્સ અને એમ્પ્લોયર્સ સાથે કનેક્ટ કરે છે. આ અનુભવ આંતરસાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપે છે અને તાલીમાર્થીઓને ઈન્ટરનેશનલ કરિયર માટે તૈયાર કરે છે.
જો તમે તમારી પ્રોફેશનલ પ્રોફાઈલને વધુ સારી કરવા, વિદેશ અભ્યાસ કરવા અથવા નવી સંસ્કૃતિ વિશે જાણવા માંગતા હોવ તો, લેંગમા ઈન્ટરનેશનલ તમારા લક્ષ્યોને હકિકતમાં બદલવા માટે ગાઈડન્સ અને રિસોર્સિસ પૂરા પાડે છે. અમારું સહાયક વાતાવરણ સુનિશ્ચિત કરે છે કે અમારા પ્રત્યેક તાલીમાર્થી પ્રેરિત, આત્મવિશ્વાસપૂર્ણ અને વૈશ્વિક સ્તરે જોડાયેલ અનુભવે.
ગ્લોબલ એજ્યુકેશન અને કરિયરના દરવાજા ખોલવા
અમારું ધ્યેય શૈક્ષણિક અને કારકિર્દી પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે સંબંધિત ભાષાકીય અને સાંસ્કૃતિક કુશળતા ધરાવતા વ્યક્તિઓને સશક્ત બનાવવાનું છે. લેંગમા ઈન્ટરનેશનલ સંપૂર્ણ સપોર્ટ પ્લેટફોર્મ, વિદેશી શિક્ષણ સલાહકાર અને વૈશ્વિક પ્લેસમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તાલીમાર્થી વિશ્વભરમાં યુનિક ઓપોર્ચ્યુનિટીઝ એક્સેસ કરી શકે.
એક દાયકાથી વધુની શ્રેષ્ઠતા સાથે, લેંગમા ઈન્ટરનેશનલ વૈશ્વિક ભાષા શિક્ષણમાં મોખરે રહે છે, જે શીખનારાઓને બહુભાષી વિશ્વમાં વાતચીત કરવા, જોડાવા અને સફળ થવા માટે તૈયાર કરે છે.